Episode - 6 મારી નજરે અમદાવાદ.... અમૃતવર્ષીની વાવ

અમદાવાદના સારંગપુર ની નજીક આવેલા પાંચકુવા વિસ્તારની આ વાત છે.

જે તે સમયે એ વિસ્તારમાં આવેલા પાંચ કુવા ને લીધે જાણીતી થયેલી આ જગ્યા.   

આજે કાપડ બજારથી ધમધમતા અને વાહનોના ટ્રાફિક માં ખોવાઈ ગયેલી જમીનની અંદર પાણી નો અમૃતકુંભ લઈને ઉભેલી એક વાવ.

એ વાવ એટલે "અમૃતવર્ષીની વાવ."

Amritavarshini Stepwell, Panchkuva, Ahemdabad


આ વાવ પાંચ કુવા વિસ્તારમાં આવેલી હોવાથી તે પાંચ કૂવા વાવ તરીકે પણ જાણીતી છે.

જમીનની નીચે ત્રણ માળમાં આવેલી આ વાવ 50 ફૂટ ઉંડી છે.

અમૃતવર્ષીની વાવ નું બાંધકામ ગુજરાતના મુગલ સુબા હૈદર કુલીન ખાનના દિવાન રઘુનાથદાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઈ.સ. ૧૭૨૩ માં આ વાવને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.

ગુજરાતની આ એકમાત્ર વાવ છે કે જેનું બાંધકામ "L" આકાર માં થયેલું છે જેને કારણે આ વાવને "કાટખૂણી વાવ" તરીકે પણ ઓળખવામાં આવે છે.

કાટખૂણી વાવ ("L" આકાર)

આ વાવ ઓછી કોતરણી અને સરળ બાંધકામ ધરાવે છે.

કમાનો વાળી આ વાવ હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યની મિશ્ર શૈલી નો નમુનો છે.

૧૯૬૯માં ગુજરાત સરકાર દ્વારા આ વાવને રાજ્ય સંરક્ષિત સ્મારક ઘોષિત કરવામાં આવી હતી અને ૧૯૯૯ માં આરક્ષિત કરવામાં આવી છે.

૨૦૦૪ માં આ વાવના કુવાનું ખોદકામ કરીને ફરીથી પાણીવંતી કરવામાં આવી છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Episode - 4 મારી નજરે અમદાવાદ...કાંકરિયા તળાવ

Episode - 5 મારી નજરે અમદાવાદ....દાદા હરીર વાવ